કોથમીરનો લેપ લગાડો, માથાનો દુખાવો મટાડો...
માથાના દુખાવાની સમસ્યા જાગતિક છે અને પુરુષ હોય કે સ્ત્રી, દરેક જણ તેમાં રાહત મેળવવા એલોપથી દવાઓ પાછળ હજારો રૂપિયા બરબાદ કરી નાખે છે.
અમુક એવા ઘરગથ્થુ ઈલાજ છે જે માથાનો દુખાવો મટાડવા માટે અનોખી ટીપ્સ જેવા છે.
- માથું દુ:ખતું હોય તો કોથમીરને વાટી તેનો લેપ કપાળ પર લગાડવો.
- તદુપરાંત ભીની માટી લગાડવાથી પણ માથાના દુખાવામાં રાહત થાય છે.
- એક ચપટી જેટલું મીઠું જીભ પર રાખવું, દસ મિનિટ પછી એક ગ્લાસ ઠંડું પાણી પીવું, માથાનો દુખાવો મટી જશે.
- ૧૦ ગ્રામ ડ્રાય કોથમીર, ગોટલી રહિત પાંચ ગ્રામ સૂકા આંબળા, રાત્રે નાનકડી માટલીમાં એક ગ્લાસ પાણીમાં પલાળી રાખો. સવારે મસળી, તેમાં સાકર મિક્સ કરીને ગાળીને પી જવું.
- તજને પાણીમાં વાટી ગરમ કરી તેનો લેપ કાનપટ્ટી કે કપાળ પર લગાડવાથી પણ માથાના દુખાવામાં રાહત થાય છે.
- તુલસીના પાનને છાંયડામાં સુકવવા. બાદમાં તેને વાટીને સૂંઘવાથી પણ માથાના દુખાવાના દર્દીને રાહત થાય છે.

ગરમીમાં માથાનો દુખાવો વધે છે?
કાળઝાળ ગરમીને કારણે સ્ત્રીઓમાં હેડેકની સમસ્યા ખૂબ જોવા મળે છે. આવા સંજોગોમાં પેઇનકિલર લઈને તકલીફમાંથી છુટકારો મેળવવાને બદલે દુખાવો થાય જ નહીં એ માટે પ્રિવેન્શનનાં કેવાં પગલાં લઈ શકાય એ જાણીએ ...
આમ તો માથાનો દુખાવો વરસમાં ગમે ત્યારે ટપકી પડે છે, પણ ઉનાળામાં એની ફ્રીક્વન્સી કંઈક વધારે જ હોય છે. ખાસ કરીને બહેનોમાં માથાના દુખાવાની ફરિયાદ વધારે રહે છે. ગરમીમાં જ માથું દુખવાનું કારણ શું હોય અને ખાસ કરીને શા માટે બહેનોને જ વધુ માથું દુ:ખે છે એ હજી સમજાયું નથી. જો ગરમીની સીઝન શરૂ થતાં પહેલાંથી જ તમને માથું દુખતું હોય તો એનાં કારણો અલગ હોઈ શકે છે, પરંતુ જેમ-જેમ ગરમીનો પારો વધતો જાય એમ-એમ હેડેકની ફ્રીક્વન્સી અને તીવ્રતામાં પણ વધારો થવા લાગે તો સમજવું કે બદલાતા વાતાવરણની જ આ કમાલ છે.
સૌ જાણે છે એમ માથાના દુખાવા અનેક પ્રકારના હોય છે. ગરમીમાં થતા માથાના દુખાવાનાં પણ ઘણાં કારણો છે. ભલે પીડાનું ટ્રિગર-પૉઇન્ટ વધતી જતી ગરમી હોય, પણ મગજ દુખવાનું મૂળ કારણ જુદું હોઈ શકે છે.
મુખ્ય કારણો શું?
ડીહાઇડ્રેશન : મગજમાં પાણી અને મૉઇસ્ચરનું પ્રમાણ યોગ્ય માત્રામાં જળવાવું ખૂબ જરૂરી છે. પસીનો વધુપડતો થઈ જાય અને પૂરતું પાણી પીવામાં ન આવે તો મગજ ધીમું પડી જાય છે. બ્રેઇનને પૂરતો ઑક્સિજન મળી શકતો નથી અને એને કારણે માથું દુખે છે.
શરદી-કફ અને ગળાનું ઇન્ફેક્શન : શિયાળામાં માથા, નાક અને ગળામાં જમા થયેલો કફ પીગળે છે અને એ કોઈક રીતે બહાર આવવા મથે છે. એમાં પાછું ગરમીમાં ઠંડાં અને ગળ્યાં પીણાં પીવામાં આવે છે એને કારણે નવો કફ પણ જમા થવા લાગે છે. આને કારણે એક તરફ કફ પીગળીને નીકળે છે અને બીજી તરફ ફરી બંધાય પણ છે. આને કારણે પણ માથું દુ:ખે છે.
આંખને વધુ કષ્ટ પડે : ઉનાળાના આકરા તાપમાં ફરવાનું થાય ત્યારે સૂર્યનાં કિરણો ચમકીલી સપાટીએથી પરાવર્તિત થઈને આંખ પર પડે છે, જેને કારણે આંખ સહન કરી શકે એના કરતાં વધુ માત્રામાં કિરણો એના પર પડે છે. સૂર્યનાં તેજ કિરણોને કારણે આંખ જલદી થાકે છે અને આંખને કષ્ટ પડવાને કારણે એની અસર મગજ પર પણ પડે છે. આંખ ભારે લાગે છે અને એની આસપાસનો ભાગ ખૂબ સેન્સિટિવ થઈ ગયો હોવાથી માથું દુ:ખતું હોય એવું લાગે છે.
માઇગ્રેન : જેમને માઇગ્રેનની તકલીફ હોય તેમને ઉનાળામાં માથાના દુખાવાના હુમલા વધી જાય છે. હજી સુધી માઇગ્રેનનું કારણ સમજી નથી શકાયું એટલે ઉનાળામાં કેમ માઇગ્રેન વધે છે એ કહેવું પણ એટલું જ મુશ્કેલ છે.
માસિકચક્ર : સ્ત્રીઓને જ શા માટે વધુ માથું દુ:ખે છે એની પાછળનું મુખ્ય કારણ છે હૉમોર્ન્સ. એવું મનાય છે કે ઓવ્યુલેશન પિરિયડ ચાલતો હોય એટલે કે ઓવરીમાંથી ઈંડું છૂટું પડે ત્યારે અને માસિક આવવાનું હોય એના એક-બે દિવસ પહેલાંથી હૉમોર્ન્સમાં ખાસ્સીએવી ઊથલપાથલ થાય છે. આવા સમયે માથું દુખવાનું પ્રમાણ વધી જાય છે. ગરમીના દિવસોમાં બાહ્ય વાતાવરણ અને હૉમોર્ન્સ બન્નેનો સરવાળો થતાં હેડેકનું પ્રમાણ વધે છે.
નિવારણ માટે શું થઈ શકે?
પૂરતું લિક્વિડ લેવું : અહીં માત્ર પાણીની વાત નથી, પરંતુ શરીરમાં મિનરલ્સનું પ્રમાણ જળવાઈ રહે એવાં પીણાં યોગ્ય રીતે લેવાં જરૂરી છે. લીંબુપાણી, નાળિયેરપાણી, કેરીનો પન્નો, વરિયાળી કે કોકમનું શરબત જેવી ચીજો લેવી. વધુ ઠંડી ચીજો લેવાથી પસીનાનું પ્રમાણ વધે છે એટલે પીણાં બનેએટલાં નૉર્મલ ટેમ્પરેચરનાં હોય એ જરૂરી છે. દિવસમાં અઢીથી ત્રણ લિટર પાણી પણ પીવું.
દર ત્રણ-ચાર કલાકે થોડુંક ખાવું : ઉનાળામાં ગરમીને કારણે ખાવાની ઇચ્છા નથી થતી અને એટલે જ આપણે બપોરની ગરમીમાં કંઈ જ ખાતા નથી એ સૌથી મોટી ભૂલ છે. ખાલી પેટમાં ઍસિડનું પ્રમાણ વધે છે અને એને કારણે પિત્ત વધુ વકરે છે. આ પિત્ત ઊધ્ર્વગતિ પામીને ઊલટી અને માથાના દુખાવામાં પરિણમે છે એટલે દર ત્રણ-ચાર કલાકે થોડું-થોડું ખાવું. અકરાંતિયા થઈને ખાધેલું પણ એટલું જ નુકસાન કરે છે.
સનગ્લાસિસ મસ્ટ : જો તડકામાં નીકળવાનું થાય તો આંખોને પ્રોટેક્શન આપવું જરૂરી છે. સૂર્યનાં કિરણોથી રક્ષણ આપે એવાં સનગ્લાસિસ પહેરવાથી આંખો ઓછી થાકશે, ઓછી ખેંચાશે અને એનાથી બ્રેઇન પર ઓછું સ્ટ્રેસ આવે છે.
ડાયટ-કન્ટ્રોલ : ખાસ કરીને માસિકના એકાદ અઠવાડિયા પહેલાંથી ઘઉં અને ઘઉંની વાનગીઓ ખાવાનું બંધ કરીને લીલાં પાનવાળાં શાકભાજી અને રેસાવાળાં ફળોનું પ્રમાણ વધારી દેવું. ખાસ કરીને સવારના અને રાતના સમયે ગ્રીન-ટી પીવી. તીખી-તળેલી વાનગીઓ, અથાણાં, મેંદાની બનાવટો, સૉફ્ટ ડ્રિન્ક્સ વગેરે ન લેવાં. ચા-કૉફીનું પ્રમાણ ઘટાડવું.
ઘરમાં કસરતો કરવી : ગરમીમાં બહાર જઈને કરવાની કસરતોને બદલે ઘરમાં જ થાય એવી ઍક્ટિવિટી કરવી. પ્રાણાયામ બેસ્ટ ગણાય. દિવસમાં બે વાર પંદર-પંદર મિનિટ માટે કપાલભાતિ, અનુલોમ-વિલોમ અને શીતલી પ્રાણાયામ કરવા. યોગાસનો અને ઓછો પરસેવો થાય એવી કસરતો કરવી જેથી ડીહાઇડ્રેશનની ઝડપી અસર અટકાવી શકાય.