શરદી-ખાંસી માટે ઘરેલુ નુસ્ખા...
શિયાળાની સીઝનમાં શરદી-ઉધરસની સમસ્યા બહુ સામાન્ય છે અને હાલ જ્યારે શિયાળો ચાલી રહ્યો છે ત્યારે દર ત્રીજી-ચોથી વ્યક્તિને આપણે આ સમસ્યાથી પીડાતી જોઇ શકીએ છીએ. આવામાં ડોક્ટર પાસે દોડવાને બદલે તમે કેટલાંક સામાન્ય ઘરેલું નુસખા અજમાવીને આ સમસ્યામાંથી મુક્તિ મેળવી શકો છો.
1. ગરમ પાણીમાં થોડું મીઠું નાંખી પાણીના કોગળા કરો, આમ કરવાથી તમારા ગળાને રાહત મળશે.
2. કોફી અને ચા જેવું ગરમ પીણું પીતા રહો. હુંફાળુ પાણી પણ પી શકો છો.
3. ગરમ પાણીમાં હળદરનો પાવડર, આદુનો પાવડર અને એક ચમચી મધ ઉમેરો. આનાથી તમને કફમાં જ રાહત નહીં મળે પણ તમારા શરીરનો દુખાવો, શરદી તેમજ માથાનો દુખાવો પણ દૂર થઇ જશે.
4. શરદી માટે, ગરમ સ્ટીમ અર્થાત્ નાસ લેવો એ સૌથી ફાયદાકારક માર્ગ છે. આ માટે માર્કેટમાં સ્ટીમ મશીન મળે છે અને જો એ ન ખરીદવું હોય તો ઉકળતા પાણીમાં તમે વિક્સ, નિલગિરીનું તેલ કે નાસ લેવાની કેપ્સ્યુલ નાંખીને નાસ લઇ શકો છો. આ પ્રક્રિયા તમને બહુ જલ્દી રાહત આપશે.
5. જ્યારે ચા બનાવતા હોવ ત્યારે તેમાં તુલસીના પાંદડા અને પીસેલું આદુ તેમજ મરી નાંખો, શરદી - ખાંસીમાં આ પીણું તમને સારી એવી રાહત પૂરી પાડશે.
6. શરદી અને ખાંસીથી પીડાતી વ્યક્તિએ ચ્યવનપ્રાશ(આયુર્વેદિક ટોનિક) કે આંબળાનો મુરબ્બો ખાવાનો રાખવો જોઇએ. આમાં વિટામિન સીની ભરપુર માત્રા હોવાથી તમને શરદી-ખાંસી સામે રોગપ્રતિકારક ક્ષમતા મળી રહેશે.

એક પ્યાલો શરબત દૂર કરશે શરદી-ખાંસી...
જેમ જેમ ઋતુ બદલાય છે તેમ આપણા શરીરની પ્રકૃતિ મુજબ તેના પર પણ અસ્રર પડે છે. બદલતી ઋતુને કારણે શરદી-ખાંસી કે પેટ ખરાબ થવુ, એસીડીટી થવી એ એક સામાન્ય સમસ્યા છે. જેનો ઈલાજ મોટાભાગના લોકો ઘરઘથ્થુ ઉપાયો દ્વારા કે કાયમ લેતા હોય તેવી દવાઓ દ્વારા કરે છે. જો તમે પણ આ સમસ્યાઓનો ઈલાજ કરવા માટે કડવી દવાઓ લઈને થાકી ગયા હોય તો હવે અમે તમને આ માટે એક ટેસ્ટી સારવારનો ઉપાય બતાવી રહ્યા છે.
તુલસીના પાન અને ગોળ તેમજ લીંબૂ સાથે મિક્સ કરીને સ્વાદિષ્ટ પીણું બનાવવામાં આવે છે જેને તુલસી સુધા કહેવાય છે. આ સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે શરદી, ખાંસી, માથાનો દુ:ખાવો અને પેટના ગેસ અને એસીડીટી જેવા રોગને ખતમ કરે છે. પાચન માટે સારુ હોય છે અને શરીરની પ્રતિરોધક ક્ષમતા વધારે છે.
આ માટે તુલસીના પાન અડધો કપ, ગોળ 3/4 કપ, 5 લીંબૂનો રસ, 10 નાની ઈલાયચી અને 10 કપ પાણી તૈયાર રાખો.
હવે તુલસીના પાન કાઢી મુકો, લીંબુનો રસ પણ કાઢીને તૈયાર રાખો. તુલસીના પાન અને ઈલાયચીને લીંબૂના રસની સાથે ઝીણા વાટી લો. પાણીમાં ગોળ નાખીને ઉકાળો, ગોળ પાણીમાં ઓગળી જાય કે ગેસ બંધ કરો. પાણી કુણું થાય ત્યારે તેને તુલસીના પેસ્ટમાં નાખી દો. 2-3 કલાક ઢાંકી મુકો. જ્યારે એકદમ ઠંડુ થાય ત્યારે તેને ગાળી લો. તૈયાર છે સ્વાદિષ્ટ તુલસી સુધા.
આ રસને ગરમીમા ઠંડુ પી શકો છો અથવા તો શિયાળામાં ગરમા ગરમ ચા ની જે પી શકો છો. આ રસ 10-15 દિવસ સુધી ફ્રિજમાં તાજો રહે છે. આ રસ શરદી, ખાંસી અને પેટના દુ:ખાવા માટે અસરકારક છે.

દૂર ભાગશે શરદી...
બદલાતી ઋતુ પ્રમાણે કેટલાક લોકોનું શરીર અનુકુળતા સાધી શકતું નથી. એવા વાતાવરણમાં રોગપ્રતિકારક શક્તિ ઘટી જાય છે અને મોસમી રોગોનો ખતરો વધી જાય છે. મોસમી રોગોમાં પણ શરદી એક એવો રોગ છે જે ઘણા લોકોને પ્રભાવિત કરે છે. માટે આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છે એવા ઘરેલું નુસ્ખાઓ જે અજમાવીને તમે મેળવી શકો છો શરદી, કફથી મુક્તિ.
- વધારે તેલ, ઘી વાળો પદાર્થ, વધારે મસાલા,મરચું ન લો.
- ઠંડું ખાવાનું અને પીવાનું ટાળો.
- નાક બંધ હોય તો તજ, મરી, એલચી અને જીરુંના બીજને યોગ્ય માત્રામાં લઈ એક સુતરના કપડામાં બાંધી લઈ તેને સુંઘો જેનાથી છીંક આવશે.
- બે ચમચી નવશેકું પાણી લો, એમાં ચપટી મીઠું નાખો, તેને નસકોરામાં ચઢાવો.
- વરાળથી નાકને સેકવાથી ઘણો ફાયદો થાય છે. ગરમ ચણા ખાવાથી ખાસ ફાયદો થાય છે.
- 10 ગ્રામ ઘઉંનું થૂલું, પાંચ લવિંગ અને થોડુંક નમક લઈ પાણીમાં મેળવી તેને ઉકાળી લો અને કઢો બનાવવો. એક કપ કઢો પીવાથી લાભ મળે છે.
- સરસિયાના તેલને નાકમાં લગાડવાથી પણ ઘણો આરામ મળે છે.