લાંબા અને સ્વસ્થ વાળ માટેનો આહાર ટિપ્સ...
મોટાભાગની યુવતીઓને લાંબા-ઘટાદાર-સ્વસ્થ વાળ ગમતા હોય છે. જેમને લાંબા વાળ ન ગમતા હોય તેઓને પણ ઘટાદાર અને સ્વસ્થ વાળ તો ગમતા જ હોય છે.
વાળની જાળવણી લાગે છે તેટલી મુશ્કેલ નથી. નિયમિત રીતે ધોવા અને બહારથી યોગ્ય પોષણ આપવા સિવાય વાળને અંદરથી પોષણ મળવું જરૂરી છે. આ માટે તમે હેર ફ્રેન્ડલી ફૂડને તમારા ડાયેટમાં સામેલ કરી શકો છો. અહીં વાંચો એવી અમુક વસ્તુઓ વિશે જે તમારા વાળ માટે ઉપયોગી છે.
ગ્રીન ટી: હા, વજન ઘટાડવામાં મદદ કરતી ગ્રીન ટી તમારા સ્કાલ્પને પણ સ્વસ્થ રાખે છે. તેમાં રહેલા પોલિફિનોલ્સ વાળની ચમક જાળવે છે. અને જો તમારા માથામાં ખોડો હોય તો તમે ગ્રીન ટી દ્વારા તમારા વાળ પણ ધોઈ શકો છો.
અખરોટ અને બદામ: ઓમેગા-3 અને પોલિફિનોલથી ભરપૂર આ નટ્સ તમારા વાળને અંદરથી પોષણ આપે છે.
લીલા શાકભાજી: પાલકમાં આર્યન હોય છે અને વિટામીન એથી ભરપૂર હોય છે જે સેબમ પેદા કરે છે. આ સેબમ કુદરતી કંડિશનર છે. બ્રોકોલી, કેલ (એક જાતની કોબી) અને અન્ય પાંદડાવાળા શાકભાજી પણ આ જ ફાયદાઓ આપી શકે છે.
બિન્સ: વાલ(બિન્સ) અને વટાણામાં વિટામિન બી હોય છે જે સ્વસ્થ વાળની ગ્રંથિના વિકાસને પ્રોત્સાહન આપે છે.
સોયા અને પનિર: આ પ્રોટિનથી ભરપૂર વસ્તુઓ વાળને સ્વસ્થ રાખતા કેરાટિનની પેદાશમાં મદદ કરે છે.
રંગીન ફ્રૂટ્સ: કેરી, કિવી, બધા જ પ્રકારના બેરી, પિચ, ઓરેન્જ, સ્વિટ લાઈમ બધા વિટામિન સીથી ભરપૂર હોય છે. વિટામીન સી વાળને સારુ સ્ટ્રક્ચર અને ફાઈબર આપતા કોલાજનની પેદાશમાં મદદ કરે છે.

વાળ માટે જરૂરી છે તેલ માલિશ...
શરીરના બાકી ભાગોની જેમ વાળને પણ પુરતું પોષણ મળવુ જરૂરી છે. અને વાળનુ જરૂરી પોષણ છે તેલ. ઘણાં લોકો એવું વિચારતા હોય છે કે વાળમાં તેલ લગાવવાથી કંઇ નથી થતું. તેમને લાગે છે કે જો વાળ મજબૂત અને ભરાવદાર હોય તો તેમને આ બધાની શી જરૂર છે. પણ અમે તમને જણાવી દઇએ કે વાળના યોગ્ય પોષણ માટે તેલની માલિશ બહુ જરૂરી છે. જે તેલ તમારા માથાની ત્વચામાંથી નીકળે છે કે સીબમ હોય છે, તેલ નહીં. જે વધારે નીકળવાથી માથાની ત્વચામાં બેક્ટેરિયલ ઇન્ફેક્શન અને ખોડા જેવી સમસ્યા સર્જાઇ શકે છે. અહીં અમે તમને જણાવી રહ્યાં છીએ કે તેલ ન લગાવવાથી શું-શું નુકસાન થઇ શકે છે.
તેલ લગાવવાના ફાયદા :
1. તેલ લગાવવાથી વાળ સારા વધે છે. કેટલાંક પ્રકારના તેલ વાળને લાંબા, ચમકીલા અને કાળા બનાવે છે.
2. જો તમે ગરમ તેલથી તમારા માથામાં મસાજ કરશો તો વાળ મજબૂત બનશે. વાળમાં જો ખોડાની સમસ્યા છે તો તેમાં ગરમ તેલની સાથે લીંબુ મિક્સ કરી લગાવવાથી ખોડામાંથી મુક્તિ મળે છે.
3. તેલ લગાવવાથી સીબમ પર નિયંત્રણ આવે છે. તો તેલ લગાવવાથી માથાની ત્વચા શુષ્ક નથી રહેતી.
તેલ લગાવવાની યોગ્ય રીત :
1. તેલ લગાવતી વખતે હંમેશા અંદરની તરફથી શરૂઆત કરો કારણ કે વાળના છેડા પર તેલ લગાવવાનો કોઈ ફાયદો નથી હોતો.
2. તેલ લગાવ્યા બાદ વાળને કાંકાથી સારી રીતે ઓળી લો આનાથી તે એકરૂપ થઇ જશે અને માથાનું મસાજ પણ થશે. આમ કરવાથી બ્લડ સર્ક્યુલેશન થાય છે અને તાજગીનો અહેસાસ પણ.
3. જો તમે ઇચ્છો છો છો કે તેલ વાળમાં સંપૂર્ણ રીતે સમાઇ જાય તો તેલ લગાવ્યા બાદ વાળને ગરમ ટુવાલથી ઢાંકી લો. આનાથી ગરમ ટુવાલની વરાળ સારી રીતે વાળના મૂળમાં જશે અને તેલ પણ તેમાં સમાઇ શકશે.
વાળ માટેના ઉત્તમ તેલ :
નારિયેળ, ઓલિવ, બદામ, જોજોબાનું તેલ. આ તેલથી તમે અઠવાડિયામાં એકવાર વાળમાં મસાજ કરશો તો વાળ મજબૂત અને ભરાવદાર બનશે.