(લેખ-૬) તમારા આત્મવિશ્વાસને વધારવા માટે આ રહી અમુક ટિપ્સ જે તમને ચોક્કસ મદદ કરશે...
આત્મવિશ્વાસ વગરનુ જીવન જીવવું મુશ્કેલ થઈ જાય છે. આ એક એવો ગુણ છે જે તમારુ જીવન બદલી શકે છે. આપણામાંથી ઘણા લોકો પાસે આ ગુણ નથી હોતો અને તેના કારણે જીવન દુષ્કર થઈ જાય છે.
તો આપનું જીવન પણ આત્મવિશ્વાસથી ભરપુર કરવા અને તમારા પસંદિદા કાર્યક્ષેત્રમાં સફળતા મેળવવા આટલી ટિપ્સ અપનાવી જૂઓ પછી જૂઓ તે તમને કેટલી મદદગાર થાય છે.
સૌ પહેલાં તો એ જાણી લો કે આત્મવિશ્વાસ એવી કોઈ વસ્તુ નથી જે બધા જન્મતાની સાથે લઈને આવે છે. તેને તમે ગમે ત્યારે વિકસાવી શકો છો.
તમારા આત્મવિશ્વાસને વધારવા માટે આ રહી અમુક ટિપ્સ જે તમને ચોક્કસ મદદ કરશે
-પોતાના વિશે હકારાત્મક વિચારો. પોતાના વિશે હકારાત્મક વાતો કરો, તમારી સફળતાઓ વિશે વાત કરો. તમારી કલા અને ગુણોની કદર કરો.
- લોકો તમારી પ્રશંસા કરે તો તેને અવગણશો નહીં. તેને હકારાત્મક રીતે લો અને તેને ગ્રહણ કરો. એક વાત યાદ રાખો કે દુનિયામાં તમે એક જ છો અને બીજુ કોઈ વ્યક્તિ તમે ન બને શકો.
- પોતાનામાં વિશ્વાસ ધરાવો. તમે જે કરો છો તે અને માનો છે તે ખરું છે. તમે જે વાતમાં માનો છો તેનો પક્ષ લો અને તેના માટે ઊભા રહો.
- તમારા નકારાત્મક ગુણો અથવા નબળાઈઓની યાદી બનાવો અને તેના પર કામ કરવાનુ શરૂ કરો. તમારા શરીરના હાવભાવ સુધારો અને ટટ્ટાર ચાલો.
- તમારી જાતની કાળજી લેવાનુ શરૂ કરો. તમારા ડ્રેસિંગ સ્ટાઈલ અને દેખાવ પર ધ્યાન આપો. જો તમે સારા લાગતા હશો તો તમે સારો અહેસાસ કરશો.
- હસો અને લોકો સાથે નજરથી નજર મેળવીને વાત કરો. જ્યારે બની શકે ત્યારે લોકોને મદદ કરો. ન આવડતા કામને ટાળો નહીં તેને શિખવાનો પ્રયાસ કરો
- તમારા માટે તમને યોગ્ય લાગે તેવા કોઈ રોલ મોડેલને પસંદ કરો. તેના ગુણો અને આદતોનુ અવલોકન કરો. સારી બાબતોને અનુસરવાનો પ્રયત્ન કરો.
- આખરે તમે આત્મવિશ્વાસુ હોવાનો અભિનય કરો ભલે પછી તમે આત્મવિશ્વાસ ન ધરાવતા હોવ. ધીરે ધીરે તમને એ વાત હકીકત માનવા લાગશો.
આત્મવિશ્વાસ જગાડવો થોડુ સમય લગાડે એવુ કામ છે પણ તેના માટે સમય અને પ્રયત્નો કરવા જરૂરી છે. તો આજથી જ આત્મવિશ્વાસ તરફ ચાલવાનુ શરૂ કરી દો.

(લેખ-૭) “ભ્રૂણહત્યા કરતા સમાજનાં સંસ્કારી લોકોને સોનલ જેવી લક્ષ્મી ની જરૂર નહિ હોય ???”
હરખ ભેર હરીશભાઈ એ ઘરમાં પ્રવેશ કર્યો.... ‘સાંભળ્યું ?'
અવાજ સાંભળી હરીશભાઈ નાં પત્ની નયનાબેન હાથમાં પાણીનો ગ્લાસ લઈને બહાર આવ્યા.
"આપણી સોનલ નું માંગું આવ્યું છે ખાધેપીધે સુખી ઘર છે છોકરા નું નામ દિપક છે અને બેંકમાં નોકરી કરે છે.
સોનલ હા કહે એટલે સગાઇ કરી દઈએ."સોનલ એમની એકની એક દીકરી હતી..
ઘરમાં કાયમ આનંદ નું વાતાવરણ રહેતું .
હા ક્યારેક હરીશભાઈનાં સિગારેટ અને પાન-મસાલાનાં વ્યસન ને લઈને નયનાબેન અને સોનલ બોલતા પણ હરીશભાઈ ક્યારેક ગુસ્સામાં અને ક્યારેક મજાકમાં આ વાત ને ટાળી દેતા.
સોનલ ખુબ સમજદાર અને સંસ્કારી હતી.એસ.એસ.સી પાસ કરીને ટ્યુશન, ભરતકામ કરીને પપ્પાને મદદ રૂપ થવાની કોશિશ કરતી,હવે તો સોનલ ગ્રેજ્યુએટ થઇ ગઈ હતી અને નોકરી કરતી હતી પણ હરીશભાઈ એની આવક નો એક રૂપિયો લેતા નહિ...અને કાયમ કહેતા ‘બેટા આ તારી પાસે રાખ તારે ભવિષ્યમાં કામ લાગશે.’બંને ઘરની સહમતી થી સોનલ અને દિપકની સગાઇ કરી દેવાઈ અને લગ્નનું મુહર્ત પણ જોવડાવી દીધું.લગ્નને આડે હવે પંદર દિવસ બાકી હતા.
હરીશભાઈ એ સોનલને પાસે બેસાડીને કહ્યું'બેટા તારા સસરા સાથે મારી વાત થઇ...એમણે કરિયાવરમાં કઈ જ લેવાની નાં કહી છે , ના રોકડ, ના દાગીના અને ના તો કોઈ ઘરવખરી .
તો બેટા તારા લગ્ન માટે મેં થોડી બચત કરી ને રાખી છે એ આ બે લાખ રૂપિયાનો ચેક હું તને આપું છું...
તારે ભવિષ્યમાં કામ લાગશે, તું તારા એકાઉન્ટ માં જમા કરાવી દેજે.
'‘ભલે પપ્પા’ - સોનલ ટુંકો જવાબ આપીને પોતાના રૂમમાં જતી રહી.
સમય ને જતા ક્યાં વાર લાગે છે ? શુભ દિવસે આંગણે જાન આવી, સર્વે નાં હરખનો પાર નથી.ગોરબાપા એ ચોરીમાં લગ્નની વિધિ શરુ કરી ફેરા ફરવાની ઘડી આવી....
કોયલનો જેમ ટહુકો થાય એમ સોનલનાં હૈયે થી બે શબ્દો નીકળ્યા‘ઉભા રહો ગોરબાપા મારે તમારા બધાની હાજરીમાં મારા પપ્પાની સાથે થોડી વાત કરવી છે,’
“પપ્પા તમે મને લાડકોડ થી મોટી કરી, ભણાવી,ગણાવી ખુબ પ્રેમ આપ્યો એનું ઋણ તો હું ચૂકવી નહિ શકુ...પરંતુ દિપક અને મારા સસરાની સહમતીથી તમે આપેલો બે લાખ રૂપિયા નો ચેક તમને હું પાછો આપું છું...
એનાથી મારા લગ્ન માટે કરેલું ભારણ ઉતારી દેજો અને આ ત્રણ લાખ નો બીજો ચેક જે મેં મારા પગારમાંથી કરેલી બચત છે...જે તમે નિવૃત થશો ત્યારે કામ લાગશે, હું નથી ઈચ્છતી કે ઘડપણમાં તમારે કોઈની પાસે હાથ લંબાવવો પડે !જો હું તમારો દીકરો હોત તો આટલું તો કરેત જ ને !!! "હાજર રહેલા બધાની નજર સોનલ ઉપર હતી ...“પપ્પા હવે હું તમારી પાસે કરિયાવર માં જે માંગું એ આપશો ?"હરીશભાઈ ભારે આવાજમાં -"હા બેટા", એટલું જ બોલી શક્યા."તો પપ્પા મને વચન આપો કે આજ પછી તમે સિગારેટ ને હાથ નહિ લગાવો....તમાકુ, પાન-મસાલાનું વ્યસન આજ થી છોડી દેશો.
બધાની હાજરી માં હું કરિયાવર માં બસ આટલું જ માંગુ છું."દીકરીનો બાપ ના કેવી રીતે કહી શકે?
લગ્નમાં દીકરી ની વિદાય વખતે કન્યા પક્ષનાં સગાઓને તો રડતાં જોયા હશે પણ આજે તો જાનૈયાની આંખો પણ ભીંજાઈ ગઈદુરથી હું સોનલનાં આ લક્ષ્મી સ્વરૂપ ને જોતો જ રહ્યો....૨૦૧ રૂપિયાનું કવર મારા ખિસ્સામાંથી બહાર કાઢી શક્યો નહિ....સાક્ષાત લક્ષ્મી ને હું શું લક્ષ્મી આપું ??પણ એક સવાલ મારા મનમાં જરૂર થયો,===
શીખ :
===“ભ્રૂણહત્યા કરતા સમાજનાં સંસ્કારી લોકોને સોનલ જેવી લક્ષ્મી ની જરૂર નહિ હોય ???”

(લેખ-૮) દીકરી સદાય દીકરી જ રહે છે....
દીકરી નાની હોય કે મોટી હોય કે.જી. માં ભણતી હોય કે કોલેજ માં કુમારિકા હોય કે કન્યા,દીકરી સદાય દીકરી જ રહે છે. માં-બાપ માટે બાળપણ માં બિન્દાસ દીકરી ભલે બાપ સમું ચબ ચબ બોલતી હોય, માનું મન રાખતી ન હોય ભાઈ ને ભાળ્યો મુક્તિ ન હોય, બહેનો હારે બથોબથ આવતી હોય અને શેરી માં સીપરા ઉડાડતી હોય. પરંતુ જયારે યુવાન થાય ત્યારે તરત જ ગંભીરતા ધારણ કરી લે છે.
લગ્ન વખતે પીઠી ચોળી આમ તેમ સહેલી સાથે મહાલતી આનંદ માનતી હોય. હજી જાન પરણવા આવવાને થોડી વારછે પરંતુ જયારે ગામ માં કે શેરી માં જાન આવે છે ત્યારે નાના ટાબરિય આનંદ માં આવી જઇ બુમો પડે કેએ... જાન આવી ગઈ જાન આવી ગઈ. આ શબ્દો જયારે પીઠી ચોળેલ કન્યાના કને પડે છે ત્યારે તમામ સહેલીનો સંગાથ આનંદ એક બાજુ મેલી ને જ્યાં ગણેશ બેસાડ્યા છે ઘર માં ગણેશ સ્થાપન આગળ બેસી જાય છે. હવે મારે આ ઘર આ માંડવો છોડવાનો સમય આવી ગયો મારા પિતાની છત્ર છાયા જેવો આ વહાલનો વડલો છોડી ને આજે પારકા પોતાના કરવા જવાનો સમય થઇ ગયો.
જે ઘર માં રમતી હતી ઢીંગલીથી સમય ક્યારે પસાર થઇ ગયો ? આમ જાન પરની ને પોતાને ગામ જાયછે. દીકરી પિયરીયાના છેલ્લા ઝાડવા જોઈ લે છે. માં-બાપ, ભાઈ-બહેન સહેલી કુટુંબ પરિવાર મૂકી ને સાસરે જાયછે, આ ત્યાગ છે. કોઈ સાધુ સંતો નો ત્યાગ આની પાસે કઈ નથી. આ ત્યાગ ને મારા સો સો સલામ....
પિયરીયાના તમામ સંભારણાને પોતાના હ્રિદય માં એક ખૂણા માં ધરબી દે છે. સાસરિય વાળા કે ગામ વાળા પૂછે કે વહુ કરિયાવર માં શુંલાવ્યા ? કન્યાની લાગણીયો નો અહિયાં કોઈ જ વિચાર નથી કરતુ. હકીકતમાં સાસરિયામાં આવતી દીકરી બાપ ને ઘરે થી શું શુંલાવી એના કરતા કેટલું બધું મૂકી ને આવી છે..માં-બાપ ઘર બાર પરિવાર ગામ આ બધું મૂકી ને આવી છે. આ વસ્તુ નો જયારે સમાજ વિચાર કરશે ત્યારે જ તેના સંસાર માંથી સુગંધ આવશે અને નવી વહુનું સાસરિયામાં આવવું અને નવા બાળક નો જન્મ થવા જેવું છે.
બાળક જ્યાં સુધી મન ઉદરમાં હતું એને કોઈ કષ્ટ ન હતું. ખોરાક, હવા, પાણી વગેરે માં દ્વારા જ મળતું. કોઈ અવાજ ઘોઘાટ નહિ. પૂર્ણ શાંતિ હતી એને મન ઉદર માં પરંતુ જયારે નવ મહિના બાદ એને બહાર આવવાનું થાય ત્યારે કષ્ટ થાય છે હવે એનેખોરાક, હવા પાણી જાતે લેતા શીખવું પડશે.
ચાલતા બોલતા શીખવું પડશે. બસ આવું જ નવી આવેલી વહુ માટે છે જે અત્યાર સુધી પિતા ના ઘરે હતી કોઈ ચિંતા ન હતી . હવે નવા ઘર માં ચાલતા શીખવું પડે છે. સાસુ-સસરા કે પરિવાર ના સભ્યો આવોખ્યાલ રાખતા જ હોય છે. જેમ બાળક નો ઉછેર જે મહેનત જે પ્રેમ માંગી લે છે તેમ ઘર માં આવેલી નવી વહુ આવો જ ઉચ્ચેર મહેનત માંગી લે છે.
દીકરી નો જન્મ થયા પચ્ચી પિતા ને ત્રીજી અશ્રુભીની આંખ મળે છે. જે એના દિલમાં હમેશા છુપાયેલી રહે છે. પ્રકૃતિએ પુરુષ ને રડવા માટે આ ત્રીજી આંખ જયારે રડે છે ત્યારે દીકરીને વિદાય આપતો ચોધાર આંસુડે રડતો બાપ રૂડો લાગે છે. ઘર માં જુઓ તો પિતાનો ચહેરો સંતાનો માટે એક આધાર, એક વિશ્વાસ, એક આદેશ બનીજાય છે. જયારે દીકરી માટે પિતાના ચહેરાની રેખાઓ એટલે લક્ષ્મણ રેખાઓ બની જાય છે.. પિતા નો ચહેરો વાંચવામાં દીકરી જેટલી બીજી કોઈ વ્યક્તિ હોશિયાર નથી હોતી. દીકરી માટે પિતાનો બોલ-શબ્દ એટલે વેદ અને કુરાનછે.બાઈબલના વાક્યો બની જાય છે.
પપ્પા સુ બોલ્યા એ સમજ્યા પહેલા જ દીકરીના હોઠમાંથી શબ્દો સરી પડે છે. હા પપ્પાએ.... આવી પપ્પા આનું નામ દીકરી.
જેમને દીકરી હોય તે પિતાને હ્રિદય નો એક ધબકારો પોતાને જીવવા માટે છે જયારેબીજો ધબકારો દીકરીના કાયમી સુખ માટે ઝંખતો ધબકારો છે. દરેક દીકરી પોતાને પિતાની દીકરી મને છે. જયારેદીકરો માનો દીકરો માને છે. કોઈ વાર દીકરી થી નાનકડી ભૂલચૂક થઇ જાય તો મમ્મી પપ્પા ને ન કહેતી હોય આમ પપ્પાના હૈયાના સિંહાસન ઉપર પ્રેમ ને અભિષેક જીલવા જીવનભર એક દીકરી પિતાની નજરે ઉચ્ચ જીવન જીવવા ઈચ્છે ચી. ક્યારેક પપ્પાની નજરે ઉતરતી છે એવું બતાવવા નથી માંગતી.
તમે જોશો તો ખ્યાલ આવશે કે લગ્ન થયા પછી પોતાના સંતાનોના ઘેર હોય ૮૦ વર્ષનીઉમર હોય ગોરા ભરાવદાર શરીર સાથે ઘડપણ ની રેખાઓ હડિયા પાતું લેતી હોય. આવી માજીને કોઈ એકાએક પુચ્ચે કે હેમાજી ફલાણાભાઈ ની દીકરી છે ? તો તો તે ૮૦ વર્ષ ના માજી એટલા બધા રાજી રાજી થઇ જાય કે ના પૂછો વાત કોઈ પણ દીકરીને પોતાના બાપને નામે ઓળખો તો તે રાજી રાજી થઇ જાય એનું નામ
દીકરી. સાસરિયામાંથી અવારનવાર પિયરિયામાં આવતી દીકરી કઈ લેવા અંતહી આવતી.પરંતુ પિતાની ખબર લેવા આવે છે.
પપ્પાની શારીરિક આર્થિક સ્થિતિ જોવા આવે છે. કઈ વાંધો તો નથી ને ? આમ અવારનવાર આવી પપ્પાની સ્થિતિ જોઈ ઘરના સભ્યોને સુચના પણ દેતી હોય કે મમ્મી તું પપ્પાને હવે આદુવાળી ચા આપજે કફ રહે છે માટે એ ભાભી તમે પપ્પા ને નહાવા માટે જરા માફકસર નું પાણી ગરમ આપજે.
ભૈલા તું પપ્પાની ખબર રાખજે હું તો અહિયાં નથી તારા વિશ્વાસે જાઉં છું. જોજે એમની કોઈ વાતની ચિંતા ના કરાવતો આમ પિતાની વૃધ્દ્ધાવસ્થા માં દીકરીના અવાજમાં માતૃત્વ નો રણકો સંભળાય છે અને ક્યારેક લાકડીના ટેકે ધીમા પગલે ચાલતા પપ્પાને જોવે છે ત્યારે ધ્રાસકો અનુભવે
છે કે પપ્પા પાસે નહિ હોઉં અને પપ્પાની તબિયત વધારે બગડશે તો... આમ દિવસના હાજર કામ વચ્ચે પણ દીકરી પોતાના પિયરનો પપ્પાનો વિચાર કરે છે.
દીકરીની આંખમાં સદાય પ્રેમાળ પિતાનો ચહેરો ચમકતો હોય છે બાળપણના દિવસો નાઆહ. અમે નાના હતા પપ્પાને પહેલી તારીખે ટૂંકો પગાર આવતો સાંજે પ્રસાદ થતો પ્રસાદ થોડો થોડો હાથમાં આવતો પણ અમે ધરી જતા સાંજે વાળું નહોતા કરતા. પપ્પાએ અમોને ક્યારેય ઓછું
નથી આવવા દીધું દીકરી ને બાળપણમાં તમે જેટલી લાડ લડાવો છો તેટલા જ લાડ તમને વૃદ્ધા વસ્થામાં લડાવશે.
દીકરી બાપ ને લાડ લડાવે છે એના ઘડપણમાં કોઈવાર પતિદેવ એમ કહે છે કે ચલ તારાપપ્પાને ફોન કરી ખબર અંતર પૂછીએ તો તો પત્ની રાજી રાજી થઇ જાય છે પતિ માં એને પરમેશ્વર દેખાય છે.
છેલ્લે ઈશ્વર ને પ્રાર્થના કે કોઈપણ દીકરીને એના પિતાથી એટલી બધી દુર ન મોકલતા કે કોઈ શિયાળાની કાતિલ ઠંડી હોય ચોમાસાની મેઘલી રાત હોય અને પપ્પાના છેલ્લા શ્વાસ હોય તો દીકરી પોતાના હાથનું ચમચી પાણી પણ ન પીવડાવી શકે. છેલ્લે પિતા પણ કહેતા હોય કે મારી દીકરી ને તેડાવી લો મારે એનું મોઢું જોવે છે છેલ્લી વખત . ખરેખર જેઓ આ પૃથ્વી ઉપર દીકરીના માં-બાપ છે તેઓ ઈશ્વરની વધુ નજીક છે. આપિતા પુત્રીના પ્રેમ ને મારા લાખ લાખ સલામ...

(લેખ-૯) જીવન જીવવાના ૧૦ વિકલ્પો...
જીવન જીવવાના ૧૦ વિકલ્પો...
૧) જીદ અને જિંદગી બન્ને વચ્ચે શબ્દથી મોટો ફરક નથી…જીવન માં જિંદગી જીવવા માટે જીદ કરો પણ, જીદ કરતાં જિંદગી માંથી કશું ખોઈવાય નહિ તેનું ધ્યાન રાખજો…
૨ હાસ્ય એ એક ઔષધ છે. માનસિક તાણ, હાર્ટએટેક અને બ્લડપ્રેશરમાં હાસ્ય એ એક દવાનું કામ કરે છે. હાસ્ય એ સ્થિર રહીને ચાલવાનો વ્યાયમ છે, હાસ્યથી સ્ફૂર્તિ આવે છે.
૩) માનવ માત્ર રોગી છે. ઈર્ષા, ક્રોધ, કામ, પરિગ્રહ, ચોરી, હિંસા, એ રોગનાં લક્ષણો છે. માનવીના આ માનસિક સડો અને મંદવાળનો ઇલાજ સત્સંગ, સદવાચન અને ધ્યાન છે.
૪) પ્રારબ્ધ અને પુરુષાર્થ બંનેના માર્ગ ભિન્ન છે, છતાં જયારે તેઓ જ્યાં મળે છે ત્યાં અદભુત સફળતા પ્રગટે છે.
૫) ધરમાં કકળાટ, કંકાસ, કજીયો, સતત થયા કરે તો સમજવું કે પડતી આપણાં બારણાં ખખડાવે છે.
૬) માણસ જ્યાં સુધી શાંત મગજથી વિચારતો નથી ત્યાં સુધી ગુંચવણોમાંથી બહારનીકળી શકતો નથી.
૭) જેને પોતાની અંદર જ શાંતિ પ્રાપ્ત થઈ હોય તેને આખું વિશ્વ શાંતિમય પ્રતીત થાય છે.
૮) આનંદ એક અમૃત છે, પણ તેને મેળવવા માટે મંથન કરવું જોઈએ. તેને દુખના વલણોમાંથી જ પામી શકાય છે.
૯) સત્ય અને અસત્યની ટક્કર પથ્થર અને માટીના ધડાની અથડામણ જેવી છે. પથ્થર પર માટીનો ધડો પડે તો તે ફૂટી જાય છે અને પથ્થર ધડા પર પડે તો પણ ધડો જ ફૂટે
છે.
૧૦) એક અસત્ય છુપાવવા માટે એક હજાર અસત્ય વાત કરવી પડે છે અને એને માટે હજાર જાતની ચિંતા રાખવી પડે છે. એના કરતાં જો આપણે સાચું બોલવાનું જ રાખીએ તો કોઈ જાતની ચિંતા રહેતી નથી કે આપણે શું બોલ્યા હતા તે યાદ રાખવું પડતું નથી...

(લેખ-૧૦) ક્યારેક જિંદગીથી નારાજ થઇ જવાય
ક્યારેક જિંદગીથી નારાજ થઇ જવાય, પણ ઊંડાણપૂર્વક વિચારતાં ખ્યાલ આવે કે જિંદગીનો નિર્ણય સાચો જ હોવો જોઇએ.
નાઇસ મિટિંગ યુ, જિંદગી! તું ક્યારેય તારો ચહેરો અરીસામાં જુએ છે, જિંદગી? તું તને જ રસ્તામાં મળી જાય તો ઓળખે ખરી? તને દૂરથી બતાવું તો ટોળામાં ઊભેલી તારી જાતને તું શોધી શકે? હું તને પૂછું કે તારા વિશે પાંચ વાક્યોમાં બોલ તો તું શું કહે, હેં જિંદગી?તું ક્યારેક ખોવાઇ જાય અને તારા વિશે ટી.વી.માં જાહેરાત આપવી હોય તો તારા વર્ણનમાં લખવાનું શું? તારી ઊંચાઇ કેટલી, તારો રંગ કેવો, તારી આંખોનો રંગ કેવો, તારા શરીર પર કોઇ બર્થમાર્ક ખરો? તારું કોઇ પરમેનન્ટ એડ્રેસ છે? પાસપોર્ટ છે? ૭/૧૨નો ઉતારો? તારો પાસપોર્ટ ફોટો, બાયોમેટ્રિક રેશનકાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ કે બીજું કોઇ આઇ.ડી. પ્રૂફ ખરું?તારો જન્મ ક્યાં થયો? તું કઇ ભાષા બોલે છે? કઇ ભાષા સમજે છે? લખી-વાંચી શકે છે? અને કદાચ તું જડી જાય તો તને સોંપવાની કોને?કોઇ દાવો કરતું આવે કે તું એની છે, તો આપી દેવાની? તું એની છે એ વાતની સાબિતી શું?તેં કોઇ વિલ-બિલ કર્યું છે જિંદગી? કાલે ઊઠીને તને કંઇ થઇ જાય તો વીમો-બીમો કઢાવ્યો છે? મેડિકલેઇમ છે કે નહીં? કેશલેસ છે કે પછી....
હે ભગવાન! કેટલી બેદરકાર છે તું. તારી ઓળખના કોઇ પુરાવા જ નથી તારી પાસે? કાલે ઊઠીને કોઇ તને પૂછશે કે તું જ જિંદગી છે એવું સાબિત કર, તો કેવી રીતે કરીશ?આ પાણી જેવું સ્વરૂપ કંઇ બહુ સારું નહીં જિંદગી, જે વાસણમાં નાખો એમાં ઢળી જાય ને પોતાની જાતે જાતે લેવલ મેચ કરે... વિજ્ઞાન સુધી બરાબર છે, પણ જ્યારે વિશ્વાસની વાત આવે ત્યારે શું? ઓ જિંદગી, મહેરબાની કર ને જરા વ્યવસ્થિત થા. પર્સનલ પેપર્સ અપડેટ રાખવા જોઇએ. તને કોઇએ કહ્યું નથી? આ રોજ ઊઠીને જિપ્સીની જેમ ભટકતાં રહેવું... રોજ ચહેરો બદલવો, નામ બદલવું, કામ ને ગામ બદલવું... થાકી જઇશ એક દિવસ...ને પછી અરીસામાં જોઇશ ને ત્યારે તારો જ ચહેરો ભૂલી ગઇ હોઇશ...
અમને માણસોને પણ એવું થાય છે. ફરક એટલો જ છે કે તું આખેઆખો ચહેરો બદલે છે ને અમે ચહેરા પરનાં મહોરાં બદલીએ છીએ. મહોરાં બદલતાં બદલતાં ભૂલી જઇએ છીએ કે અમારો મૂળ ચહેરો કયો હતો. અમારો ચહેરો શોધતાં શોધતાં તારો ચહેરો હાથમાં આવે છે ક્યારેક, પણ તને ઓળખી નથી શકતાં. તને ઓળખીએ ત્યાં સુધીમાં તો તું સરકી ગઇ હોય છે. અમે તો તારી સાથે દોસ્તી કરવા માગીએ છીએ. પરમેનન્ટ કોન્ટ્રેકટ કરવો છે અમારે તો, પરંતુ તું... એવી એવી શરતો મૂકે છે, જે બધી જ તારી ફેવરમાં હોય. કોઇ કોર્પોરેટ રુથલેસ જેવી જાયન્ટ છે તું... તને અમારી ચિંતા નથી થતી? તારી સાથે ઝઘડો કરવો છે, જબરદસ્ત!
આંખો પહોળી ન કરીશ, તું જ મને કહે, ઝઘડો કોની સાથે થાય? જેની સાથે કંઇ લેવાદેવા હોય, જેની પાસેથી કંઇ મેળવવાની આશા હોય કે પછી ન મળે ત્યારે ગુસ્સો આવે. બાકી રસ્તે ચાલતા માણસ સાથે આપણે અમથા અમથા ઝઘડીએ છીએ? તું અમારી પોતાની છે... દરેકને એવું લાગે છે! તું ખરેખર કોની છે? કે પછી કોઇની નથી... કે પછી બધાની છે... નક્કી કર ને, શા માટે હેરાન કરે છે, યાર?
ક્યારેક તું એટલી બધી પોતાની લાગે છે કે તારાથી છુટાં પડવાની વાત મજાક જેવી લાગે, તો ક્યારેક એટલી અજાણી અને ક્રૂર લાગે કે તને છોડીને જવા સિવાયનો બીજો વિચાર ન આવે. તું આવી કેમ છે? આટલા બધા લોકોને ત્રાસ આપીને તને પોતાને ત્રાસ નથી થતો? અમે કંઇ પણ કરીએ એને તું ઊંધું પાડી દે, અમે કંઇ માગીએ તો ચોખ્ખી ના જ પાડી દે, અમને કશું ગમે એટલે એ અમારાથી દૂર જ થઇ જાય, અમે પ્રેમ કરીએ એટલે છુટાં પડવાનો પ્લાન તો તેં જ બનાવી દીધો હોય! શા માટે કરે છે આવું?તું અમને પ્રેમ નથી કરતી? અમે તને આટલું ચાહીએ, આટલા બધા લાડ કરીએ, તારા માટે તરફડીએ, અને તું? અમને રમકડાં બનાવીને રમે, કેમ?
પ્રોબ્લેમ હોય તો બેસીને વાત કર. લેટ અસ સોર્ટ ઇટ આઉટ. આમ ભાગતી ફરવાથી શું મળશે? અમે જ્યારે જ્યારે તારી સાથે પ્રોબ્લેમ સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ ત્યારે તું ભાગી છુટે... વાત કરવા પણ ઊભી નથી રહેતી કોઇ વાર. આંખોમાં આંખો નાખીને કન્ફ્રન્ટ કર યાર... આમ આંખ પણ ન મિલાવે એવું કેવી રીતે ચાલે?હું તો માણસ છું... ફરિયાદ કરું, સ્વાભાવિક છે, પણ તારાથી મારી સામે ફરિયાદ ન થાય. તને હક જ નથી. તારે તો અમને માફ કરવાના, વહાલ કરવાનું. સમય આવ્યે એક તમાચો મારી દેવાની છુટ, એનો વાંધો નહીં... પણ પછી જેમ માનો તમાચો ખાઇને રડતું બાળક પાછું માને જ વળગે એમ અમે વળગવાના તો તને જ.
તારી બધી વાત કદાચ સાચી હોય, તું એકદમ ન્યાયી અને પાકી વહેંચણીઓ કરતી હોઇશ. તું જે કરતી હોઇશ તે બરાબર જ કરતી હોઇશ... આટઆટલા ચહેરા અને પ્રકૃત્તિ જોયા છે તેં, આટઆટલા સ્વભાવો અને સંબંધો સાથે કામ પાડ્યું છે - તને અમારાથી વધારે જ અનુભવ હોય, અમે સમજીએ છીએ... બસ, સ્વીકારી નથી શકતા તારા નિર્ણયને. કકળાટ કરવો એ અમારો સ્વભાવ થઇ ગયો છે - ફરિયાદ કર્યા વિના ચાલતું જ નથી! ક્યારેક તારી સાથે લડી પડું ત્યારે તું જે રીતે મારી સામે જુએ છે ને જિંદગી, એ નજર નથી સહેવાતી જિંદગી.
અમારી સમજ અને અણસમજની વચ્ચે રહેલી ખાલી જગ્યા જ અમને માણસ બનાવે છે! ક્યારેક અમને લાગે છે કે તું તદ્દન ખોટી છે, જીદ્દી છે, આડી અને વિચિત્ર છે. અમને સતાવવા માટે, હેરાન કરવા માટે, ત્રાસ વર્તાવી દેવા માટે તું એક પછી એક ચાલ ચાલે છે... અમે તને ગાળો દઇએ છીએ, તારાથી કંટાળીએ છીએ... તું પૂરી થઇ જાય - છુટીએ અમે એવું પણ બોલી નાખીએ છીએ ક્યારેક, પણ યાર, તારા વિના શું રહેશે એની અમને ખબર નથી!તું છે તો હું છું... અમે છીએ... આ જગત છે... એ દોસ્ત, ક્યારેક એલફેલ બોલી નાખું ને તો ઇગ્નોર કરજે. હું તારી સાથે ગુસ્સામાં નથી, ખરેખર તો હું મારી જાત સાથે ગુસ્સામાં છું ને તારી સાથે ગુસ્સામાં હોઉં તો એ ગુસ્સો બહુ ટકતો નથી. તારી સાથે અબોલા લઇએ તો અમારું અસ્તિત્વ પણ ક્યાંથી ટકવાનું? ...અને તેમ છતાં અપેક્ષાઓ હાથ પકડીને ઘસડીને લઇ જાય છે મને, ફરિયાદોના રસ્તા પર. પહોંચી જાઉં છું હું પીડાઓના જંગલમાં, ને ઇચ્છાઓનું શહેર મને બોલાવ્યા કરે છે.
આપણે જેવો માગીએ એવો પ્રેમ ન મળે, જેની પાસે માગીએ એની પાસેથી ન મળે, જ્યારે માગીએ ત્યારે તો ન જ મળે... એવું કેમ થાય છે જિંદગી? જે આપણને પ્રેમ આપે એના પ્રેમને ઝીલવાની ક્યારેક આપણી તૈયારી ન હોય. એ જેટલો પ્રેમ આપે એટલો સમાવી લેવાની આપણી શક્તિ ન હોય... એ જ્યારે પ્રેમ આપવા માગે ત્યારે આપણી પાસે એટલી ખાલી જગ્યા જ ન હોય કે આપણે એ પ્રેમને યોગ્ય સન્માન આપી શકીએ. એવું કેમ થાય છે જિંદગી?મને ક્યારેક એવું લાગે છે કે તેં અમને સૌને વર્તુળમાં ગોઠવી દીધા છે. સૌ એકબીજાની પાછળ. લાગે છે એવું કે જાણે હમણાં પહોંચી જઇશું, પણ પહોંચીએ ત્યાં તો માણસ આગળ નીકળી જાય.
કેમ આવું કરે છે જિંદગી? વ્હાય?તેં પ્રેમ કર્યો છે જિંદગી? તારું દિલ તૂટ્યું છે જિંદગી? તારી અપેક્ષાઓ ક્યારેય પૂરી ન થઇ હોય, તને કોઇએ તરછોડી હોય, કોઇ એક સાંજે લાઇટ કર્યા વગર બારી પાસે બેસીને તું છાતીફાટ રડી છે જિંદગી?મને નહીં સમજાતું હોય... કે પ્રેમ બે તરફથી હોવો જોઇએ. આપણે જે અનુભવીએ છીએ તે સામેની વ્યક્તિએ પણ અનુભવવું પડે. આપણને જેટલી તરસ અને તરફડાટ હોય એ સામેની વ્યક્તિમાં પણ છલકાવાં જોઇએ... સમજાય છે ભાઇ, બધુંયે સમજાય છે...